STORYMIRROR

Kamlesh Rabari Ghana

Abstract

3  

Kamlesh Rabari Ghana

Abstract

દોસ્ત મળીશું મંઝિલે

દોસ્ત મળીશું મંઝિલે

1 min
199

કોઈ દોસ્ત પૂછે કેમ છે કેડી

લગભગ મજામાં કહી દઉં છું,

નથી જાણતો હું કેવી હશે દુનિયા

મળે જો ઠપકો તો સહી લઉં છું,


ઘર કે ઓફિસ કામમાં વ્યસ્ત રહું છતાં

મળે મિત્રો તો મહેફિલ માંડી લઉ છું

સવારથી સાંજ નોકરી કરી

ગુજરાન રળી લઉ છું.


જીવનમાં અવનવા રસ્તાઓ

અને અજાણ્યા સ્ટેશનો વચ્ચે

મુસાફર બની દોસ્તો સાથે

રોજ સવાર સાંજ ફરી લઉ છું,


ઘોર પ્રવાસ આ સૃષ્ટિ પર કિંતુ

ધર્મ અને કર્મમાં તાકાત છે બહુ

માનીને બધાઓનું સારું ઈચ્છું છું

ઘડીએ ઘડીનો અંત વિશે જાણું છું,


કરીશું ખુશીઓના ઉત્સવો જિંદગીભર,

ખુબી તો નથી પણ ખામી ઘણી હશે મારામાં, 

કહે કેડી સાથ રહેશે દોસ્ત તમારો તો,

મંઝિલે મળીશું સામાં કિનારે કરીશું મોજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract