Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

લાશ

લાશ

1 min
121


આ જિંદગીની લાશને

ઉંચકી ફરું હું કેટલું ?

દર દર પર હું ભટકી રહ્યો,

ઉસકી ગમોનું પોટલું.


ક્યાંથી શમાવું વેદના

ઊંડા હૃદયનાં ઘાવની

જગમાં ક્યાંય દવા નહીં

આ ઇશ્ક કેરા તાવની !


તોડીને ના નીકળી શકું,

બાંધ્યું જે જાતે કોચલું...

પહેરો ભરે છે પ્રેમથી,

 છે દુશ્મનો જે ઇશ્કનાં,


લાદી દીધા છે કાયદા,

મુજપર જગતની શિસ્તનાં.

આંસુને મારાં રોકતાં,

હસતા એ જાતે ખોખલું....

અંતર ઉઘાડી વાંચજો,

ફુરસદ મળે જો કામથી,


દર્દે જીગર ઝૂમી રહ્યું,

 કાયમનું તારા નામથી.

આ લાશ તો ના ચાલશે

સંદેશ ક્યાંથી મોકલું.


Rate this content
Log in