STORYMIRROR

Rajeshri Thumar

Abstract

3  

Rajeshri Thumar

Abstract

પૈસાનો પૂજારી

પૈસાનો પૂજારી

1 min
155

આજકાલ રહે ચિંતામાં સૌ,

પૈસામાં જ પાગલ બનતા સૌ,

ભાગાદોડીને જ જીવન માનતા સૌ,

પૈસા ખાતર સંબંધો પણ તોડતા સૌ,


ફસાયા પૂરા મોહમાયામાં સૌ,

અભિમાન ને ક્રોધમાં સલવાયા સૌ,

ધન દોલતમાં જ છૂપાયા સૌ,

લોભ લાલચમાં ગરકાવ થયાં સૌ,


જે મળ્યું તેમાં સંતોષ તો રાખો સૌ,

વધુ માટે થોડી ધીરજ તો રાખો સૌ,

ભવિષ્યની ચિંતા મૂકી વર્તમાન તો જીવો સૌ,

હર હાલને ખુશીમાં ફેરવતા તો શીખો,


છેલ્લો જ દિવસ છે આજ વિચારો સૌ,

જીવનની અમૂલ્ય ઘડીને માણી લ્યો સૌ,

જીવનને નવી તાજગીથી ભરી દયો સૌ,

કિંમતી પૈસો નહીં પણ ખુશી છે સૌની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract