પાનખર
પાનખર
પાનખર તો છે સત્ય સનાતન,
એને વસંતમાં ફેરવી જાણો,
આફતો તો આવે ને જાય,
એને અવસરમાં ફેરવી જાણો,
ચારેકોરેથી છો ને વરસે,
શબ્દો કેરા બાણ,
જીવન અણમોલ નજરાણું,
પરમેશ્વરની લ્હાણ,
પ્રેમ એને માણી લેજો રે,
મેલીને મોકાણ,
પાનખરે ત્યાં કૂંપળ ફૂટતી,
ઉત્સવ એનો માણ,
વર્ષો વિતતા થઈ જાશે તું,
અનુભવોની ખાણ,
હરિવર હાથે સોંપી દેશે,
તો ચાલશે રેતમાં વ્હાણ,
નંદી જો મન વશમાં રહેશે,
વર્તી જાશે આણ.
