STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

કોયલડી

કોયલડી

1 min
118

મારે કાળજને કોરાણે

કોયલડી ટીહુ ટીહુ ટહુકે,


મનડામાં મંજરી મ્હોરે,

ને રૂંવે રૂંવે ફોરમ ફોરે,


બની ફોરમતું ફૂલડું

એ મારે અંતર મહેંકે,


કસુંબલ રંગો વડે,

રંગાયું આ હૈયું,


ગાતું રહેતું રસિયા,

એ મીઠા મીઠા લહેકે,


કાળજડે કૂંપળ ફૂટે,

ને નવસર્જન છલકે,


શમણાના પંખીઓ,

આવી નંદી પલકે ચહેકે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract