સોનેરી સવારો લાવીશું
સોનેરી સવારો લાવીશું
સૂરજને ડૂબાડીશું ને રાત પાછી વાળીશું
ને સોનેરી સવારો લાવીશું....
ન્યાયનો અવાજ કાનોમાં ગુંજવીશું
પોતાના હક માટે જંગ ફેલાવીશું....
ફ્રી સામે માંગ ઊઠાવીશું
સવાલો પણ અમે સવાલો ઊઠાવીશું....
સૂરજને ડુબાડીશું, રાત પાછી વાળીશું
ને મનગમતી સવારો લાવીશું....
હરિયાળી ક્રાંતિ રેલાવીશું
સેમેસ્ટર સિસ્ટમ સામે લડીશું....
ન્યાય મેળવવા પરિશ્રમ કરીશું
સુખના કિરણોને ખેંચી લાવીશું.
