બાળપણ
બાળપણ
બાળપણની મોજ છવાઈ રહી યાદોમાં,
મોસમ મતવાલી જાગી રહી યાદોમાં,
એ બાળપણ શું આભાર માનીએ વાતોમાં !
વરસો કોમળ વીતી ગયા મસ્ત માહોલમાં,
સારું થયું નથી રહી ઓળખાણ યાદોમાં,
વહી જાત મોટાઈ બાળપણની યાદોમાં,
બાળપણ રહી ગયું આમ જ યાદોમાં,
"રાહી" વીતી ગઈ જુવાની એની યાદોમાં.
