STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

ગુમાન

ગુમાન

1 min
144

માનવ શાને તું ફરતો ગુમાનમાં ?

વાત એકે ના લેતો શાને ધ્યાનમાં ?

સામે ગગન વિશાળ,

શીદ જોવાનું ટાળ ?


શીદને રચ્યો રહેતો,

તારા તાનમાં... વાત..

મળી ઊડવાને પાંખ,

શીદ ખોલે ના આંખ.


શાને રાચે સદા,

અભિમાનમાં... વાત...

ખેલે નિત નવા દાવ,

કરે ઈશ્વરને રાવ.


શીદ અટવાતો રહેતો,

તોફાનમાં...વાત..

મેલી પદ અને માન,

તું થઈ જા એકતાન.


હવે સમજી જા,

જીવલડા સાનમાં...વાત...

નંદી ઈશ્વરનો અંશ,

ના થાતો નિર્વંશ.


શાને આવે ના,

માનવ તું ભાનમાં...વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract