STORYMIRROR

Rajeshri Thumar

Abstract

3  

Rajeshri Thumar

Abstract

માનવીની કરૂણતા

માનવીની કરૂણતા

1 min
148

ખોલી પિંજરાનું બારણું પંખીનું,

કીધું જા તું વિહર મુક્ત ગગનમાં,


આવ્યું ખુશી ખુશી બહાર પંખી,

જ્યાં જોયું માણસનું મુખ,

તો ફરી ઊડતું પૂરાયું પાંજરે,


ઘૂઘવાટા કરતું એક પંખીનું ટોળું,

માણસને જોઈ ફરરર કરતું ઊડ્યું,

જઈ બેઠું સૂકા બાવળના ઠુંઠે,


અવિશ્વાસુ ને દંભી માણસોને,

નિહાળી ડરીને પૂરાયું પાંજરે,

સ્વાર્થી ને કપટી માનવીને જોઈ,

કર્યો પસંદ કાંટાળો બાવળ,


અરેરે ! માનવી તું કેટલા દંભ આચરીશ,

કેટલાના વિશ્વાસને તોડીશ,

શાને કરે છે ખોટા ડોળ,

વાહ રે ! માનવી તારી કેવી કરૂણતા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract