એમ પણ બને
એમ પણ બને
દિ ઊગે ને મેળો, રોજ મજાનો મળે,
ઢળતી સાંજને, રોજ રજાનો મળે,
એમ પણ બને,
પથ્થરમાંથી જડતા હશે પારસમણિ,
પરિશ્રમના પાદરે એવો ખજાનો મળે,
એમ પણ બને,
વિશ્વાસે વહાણ દરિયે ચાલતા હશે,
હોય સ્વજન પણ એ બીજાનો મળે,
એમ પણ બને,
ઓળખમાં એટલું નથી હોતું પૂરતું,
માનીતો માણસ મોટા ગજાનો મળે,
એમ પણ બને,
નખશિખ નિયમ ને મનમાય નહીં મેલ,
કરમની કઠણાઈ વખત સજાનો મળે,
એમ પણ બને,
જીવતરને ય થાક, અથાગ ક્યારેક તો,
જવું હોય તોય, એમ કંઈ રજાનો મળે,
એમ પણ બને.
