STORYMIRROR

Harshad Kotadiya "સોક્રેટીસ"

Romance Thriller

4  

Harshad Kotadiya "સોક્રેટીસ"

Romance Thriller

ઉછીનાં ધબકાર

ઉછીનાં ધબકાર

1 min
397

ડિયર જિંદગી...

મારી કોરી આંખો સામે આમ ન જુઓ,
મેં આંસુને સૂકવણી કાજે તડકે મૂક્યાં છે !

તમે કલમની ધાર સામે આમ ન જુઓ,
તીણાં અક્ષરો શબ્દો કાજે વડકે મૂક્યાં છે !

મારા ઠંડા ઉમળકા સામે આમ ન જુઓ,
શ્વાસ ઊર્મિ બાળવા કાજે ભડકે મૂક્યાં છે !

સ્થિર ઊભો એટલે સામે આમ ન જુઓ,
પગલાં અવળી ચાલ કાજે સડકે મૂક્યાં છે !

તમે આંસુ જોઈને સામે આમ ન જુઓ,
હૈયાંની ખાણે ખનીજ કાજે ખડકે મૂકયાં છે !

ઉછીનાં છે એટલે સામે આમ ન જુઓ,
જીવંત ધબકાર હેતાર્ષ કાજે ધડકે મૂક્યાં છે !


Rate this content
Log in

More gujarati poem from Harshad Kotadiya "સોક્રેટીસ"

Similar gujarati poem from Romance