વલોપાત
વલોપાત
પારધીને શાનમાં જ બાણ સંગ વાત થઈ ગઈ,
હતાં ઋષિ, સમજી કૌંચ યુગલ ઘાત થઈ ગઈ,
અભિસપ્ત હતાં સ્વયં દશરથેય મુનિ વેદનાથી,
પુત્ર વિયોગમાં ખૂદ ઋષિથી જ લાત થઈ ગઈ,
કાવડ ખભે ઉપાડી ફરતો વનરાવન પુણ્ય કાજે,
ને માન્યું હરણ, શ્રવણની જ મુલાકાત થઈ ગઈ,
તરસ્યાં તરફડતાં માવતરે પૂછ્યું'તું પાણી પીતાં,
આવ્યો કેમ નૈ અંધનો સૂરજ હવે રાત થઈ ગઈ,
સ્નેહલેપન કરવું કેમ જીવતરનાં અંધાપાનું હવે ?
'હેતાર્ષ' થયાં ઝેર સર્યૂનાં નિર સનેપાત થઈ ગઈ.
