STORYMIRROR

Khyati Anjaria

Tragedy Thriller

4  

Khyati Anjaria

Tragedy Thriller

શીખી ગયો

શીખી ગયો

1 min
307


જીવનને પરાણે જીવતા શીખી ગયો,

મનને મારીને જીવતા જીવી ગયો,


આજુબાજુ નજરો મારી, બધુંય જાણતી થઇ ગઈ,

સાચું -ખોટું, દિલ માં દબાવી, ડોળ કરતા શીખી ગયો.


જીવન જીવવાની ગુરુ ચાવી, મેંય અપનાવી લીધી,

બે માણસના ઝગડા વચ્ચે, હું ત્રીજો બહુ ફાવી ગયો.


રમત અનોખી રમવા જેવી, બેઈમાનીના પાસા,

જીવનની આ શતરંજમાં, પાસા ફેરવતા શીખી ગયો.


સાચા આદર્શોનો માનવી હું, સચ્ચાઈ મારો ઇતિહાસ,

ધીમે ધીમે છળ કપટને, દુનિયાદારી કહેતા શીખી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Anjaria

Similar gujarati poem from Tragedy