અધુરા પ્રેમની વ્યથા
અધુરા પ્રેમની વ્યથા
ખબર છે મને કે ખુશ છે તુ મારા વગર,
પણ તને શું ખબર મારું દુઃખ પણ અધુરુ છે તારા વગર.
ખબર છે મને કે નથી કોઈ ઈચ્છા તને મને જોવાની,
પણ તને શું ખબર આ આંખો તરસે છે તારી એક ઝલક ને.
ખબર છે મને કે નથી કોઈ ઈચ્છા તને મને સાંભળવાની,
પણ તને શું ખબર મારું મન ઈચ્છે કહેવા પળ પળ તને.
ખબર છે મને કે ના પાડી છે તે મને રડવાની,
પણ તને શું કહુ એ વાત જ ભીંજવે છે આંખ મારી.
ખબર છે મને કે નથી કોઈ ઈચ્છા તને મને પામવાની,
પણ તને શું ખબર હું કંઇ નથી તારા વગર !

