STORYMIRROR

Shaurya Parmar

Others Tragedy

3  

Shaurya Parmar

Others Tragedy

ભૂકંપ

ભૂકંપ

1 min
27.4K


હૈયાની ધરતી પર ભૂકંપ થયા,

ઉથલપાથલ એવી થઈ કે,

જ્યાં ફૂલ હતા ઊગ્યા,

ત્યાં પથરા થયા !


ફક્ત એ સુગંધની યાદો રહી અહીંયા,

બાકી વેદનાના વિશાળ ખડકલા થયા,


દરિયા હિલોળે ચડ્યા હતા જ્યા,

ત્યાં સૂકા પવન, લૂ વાતા રણ થયા,


આશા કેરું ઘાસ ઊગ્યું પથરામાંથી,

જાણે ઉર્મિઓ સાથે અડપલા થયા,


લીલુંછમ હતું અત્ર, તત્ર,સર્વત્ર ને,

ત્યાં શૂળ સાથે રેતીના કણ રહ્યા,


પશુ,પંખી ને જંતુઓ મોજ કરતા,

પથરા ઘસાયા ને તણખલા થયા,


હૈયાની ધરતી પર ભૂકંપ થયા,

ઉથલપાથલ એવી થઈ કે,

જ્યાં ફૂલ હતા ઊગ્યા,

ત્યાં પથરા થયા !


Rate this content
Log in