દુષ્કાળ
દુષ્કાળ
1 min
26.1K
દુષ્કાળના ડાકલા સાંભળીને હારી ગયેલી,
કુદરત દ્રારે દ્વારે ભટકીને કંઈક સાદ પાડે છે...
દિવસ પણ સાંજ પડવાની રાહમાં એક નિસાસો,
નાંખે છે અને રાતના ભાંગીને બે કટકા થાય છે...
અને સવારનો ઊગતો સૂરજ એક કારમી રાડ પાડે છે...
અને દુષ્કાળના ડાકલાની રાડ એક સાદમાં ચાદરમાં લપેટી લે છે...
