મને સમય નથી
મને સમય નથી
મને સમય નથી,
ઘડિયાળ ના કાંટે દોડતી હું,
હા મને સમય નથી,
સૌના ટાઈમ સાચવવા માં,
હા મને સમય નથી,
મારી પોતની જાત માટે,
હા મને સમય નથી,
મારી પોતાની કાળજી રાખવાનો,
હા મને સમય નથી,
મારા અધૂરા સપના સાકાર કરવાનો,
હા મને સમય નથી,
મેઘા સાથે મેઘ માણવાનો,
હા મને સમય નથી,
"ભાવના" ઓથી જીવવાનો!
