આગમન કારણ વગર
આગમન કારણ વગર
આગમન કારણ વગર,
ને ગમન કારણ વગર.
હોય છે હસતું સતત,
આ ચમન કારણ વગર.
હાંફતું પણ હોય છે,
આ ગગન કારણ વગર.
મળ્યાં અંધારે અજબ,
આ નયન કારણ વગર.
બળે છે નિર્દોષ તે,
આ કફન કારણ વગર.
ગુમાવ્યું છે હાથથી,
આ વતન કારણ વગર.
હવે "રશ્મિ" જો ફર્યો,
આ પવન કારણ વગર.
