STORYMIRROR

Jashubhai Patel

Inspirational Tragedy

3  

Jashubhai Patel

Inspirational Tragedy

હું ને એકાંત

હું ને એકાંત

1 min
26.7K


ઘરમાં અમે સાથે રહેતાં, હું ને એકાંત,

એકમેકને ચૂપચાપ સહેતાં, હું ને એકાંત.


બોલે ના કોઇ તોય કોલાહલ તો લાગે જ,

જાણે ન હોય સતત લડતાં, હું ને એકાંત.


એવું નથી કે સાવ બનતું નથી અમારે,

હાથ પરસ્પરનો ઝાલીને ફરતાં, હું ને એકાંત.


જાગીએ સાથે ઊંઘીએ પણ એક સાથે,

સ્વપ્નમાં પણ સાથે સરતાં, હું ને એકાંત.


દોસ્તી છે, આદર છે, કદર પણ ખરી સાથે,

અરસપરસને 'જશ' પ્રેમ કરતાં, હું ને એકાંત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational