મોત
મોત
સૃષ્ટિની અકળ ઘટના છે મોત,
જીવન પછીની એક દુનિયા છે મોત,
સ્વજન માટે કરુણ પ્રસંગ છે મોત,
તો 'સ્વ' ને માટે ઉત્તમ ઉપહાર છે મોત,
સર્વ દુઃખોની એક દવા છે મોત,
તો પરિવારજનોના દુઃખોનું એક કારણ છે મોત,
કો'કનાં માટે શ્રાપ છે મોત,
તો કો'ક નાં માટે આશિર્વાદ છે મોત,
કો'ક નાં ડરનું કારણ છે મોત,
તો કો'ક નાં માટે રમતનું સાધન છે મોત,
કોણ જાણે બહુરુપીના વેશમા ક્યારે આવશે મોત?
માટે જ તો 'મૃત્યુજય' નાં જાપનું કારણ છે મોત!!
