STORYMIRROR

shaival gandhi

Classics Tragedy

3  

shaival gandhi

Classics Tragedy

શ્રાવણિયા સોમવારની સવાર

શ્રાવણિયા સોમવારની સવાર

1 min
27.3K


હે મહાદેવ! જો તારા ભક્તોની ભવાઈ,


દેવતાને માથે તેઓ દૂધ ચડાવે છે,

પોતાને માથે દલિતોની 'હાય' ચડાવે છે,


ચાર સોમવારે ગટરને દૂધ ચડાવે છે,

તીસ દિવસનાં પાપને પુણ્ય માની મનાવે છે,


વાછરડાંઓને ભૂખે મારે છે,

અને તને દૂધમાં ડુબાડી મારે છે,


કરે છે તેઓ જેવો આચાર,

લાગે છે તેઓ કરી રહ્યા છે તારા પર અત્યાચાર,


શનિવારે તારો ભાવ ન પૂછાય,

સોમવારે તો તારો જ ભાવ બોલાય,


ભોળપણ થી તેં તેઓને બનાવ્યા,

ભોળપણ નો લાભ લઇ તેઓ તને બનાવે છે,


મહેરબાની કરી તું ખોલ ત્રીજી આંખ,

ને કાપી નાખ આ માનવની અભિમાનની પાંખ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from shaival gandhi

Similar gujarati poem from Classics