દોસ્ત મારી
દોસ્ત મારી
હસતાં ચહેરાની પાછળ દર્દ છુપાવી એ બેઠી છે,
ન જાણે ક્યારે અંતરનો આનંદ એ માણતી હશે...
આકર્ષિત રૂપની પાછળ દુઃખનો પોટલો લઇ એ બેઠી છે,
ન જાણે ક્યારે અંતરથી એ ખુશ થાતી હશે...
મધુર વાણી અને પ્રેમાળ સ્વભાવની પાછળ સંઘર્ષ છુપાવી એ બેઠી છે,
ન જાણે ક્યારે એને અંતરમાં ટાઢક થાતી હશે...
બાળપણાંની પ્રીતને આજેય જીવિત રાખી એ બેઠી છે,
ન જાણે ક્યારે અંતરથી એ પ્રણય માણતી હશે...

