STORYMIRROR

Keval Vithalani

Romance Tragedy

3  

Keval Vithalani

Romance Tragedy

વિચારું છું એક મનગમતા પ્રવાસે

વિચારું છું એક મનગમતા પ્રવાસે

1 min
27K


વિચારું છું એક મનગમતા પ્રવાસે નીકળી જાઉં,

શરમના સંગાથ સાથે અને મોહોબતના માર્ગ પર શું તું મારી સાથે આવીશ?


વિનય સાથે વિશ્રામ કરી તારી રાહ જોતો હું, બે પળ આવીને તો જો તું,

હું થાકીશ તો અલ્પ વિરામ કરશું, તું થાકીશ તો પ્રેમ અપાર કરશું.


તરસમાં પિશુ એકબીજાના અહેસાસ અને ભૂખમાં તારા પ્રેમની મિજબાની ખાસ.

ઠંડીમાં હૂંફ મળશે આલિંગન થકી, વરસાદમા છત મને મંજૂર નથી.


ગરમીમાં તું વૃક્ષ નીચે ને હું તારા પાંપણોની પાળ નીચે વિશ્રામ કરીશ. પણ શું તું મારી સાથે આવીશ?

વિચારું છું એક મનગમતા પ્રવાસે નીકળી જાઉં.



Rate this content
Log in

Similar gujarati poem from Romance