STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

"હે પ્રભુ !"

"હે પ્રભુ !"

1 min
26.5K



પ્રભુ! રહેવાને તારી પાસે ઘણા ઘર,

અમારી પાસે એક પણ નહીં !!

ચાર ટંક આરોગવા માટે અનેક વાનગીઓ તારી પાસે,

એક ટંક પેટ ભરવા માટે, અમારી પાસે રોટી પણ નહીં!!

પહેરવા માટે છે નિત નવા વસ્ત્રો તારી પાસે,

તનને ઢાંકવા અમારી પાસે; ફાટેલા વસ્ત્રો પણ નહીં !!

બંધાઈ ચુક્યો છો પૂજારીઓ પાસે મંદિર-ઘરમાં એટલો,

હરવા તકલીફ અમારી તું બહાર આવીશ કે

નહીં !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy