મા વગર વિરહી હૃદયના દોહા
મા વગર વિરહી હૃદયના દોહા
હે.. મા
મા મને બહુ સાંભળે આજ, તારો સ્નેહભર્યો સાચો સાથ
જો ને શુષ્ક બન્યું જીવતર તુજ વિના, મનડું મારુ ઉદાસ,
હે.. મા
તું હૈયાથી હેત રૂડા છલકાવતી, અને મિટાવતી દુખડા સદાય
માંડી તુજ વિના હવે હું કોને કહું, દુખતા હૈયાની મારી કોઈ વાત,
હે.. જોને..
કાં લાજે નહીં તું ટહુકતાં મોરલાં, જોઈ મુજ હૈયે વિરહ પીડા અપાર
જાણે વસંત મટી પતઝડ બની, આ ઋતુઓ પણ વિરહી હૃદયમાં આજ,
હે.. મા
હવે નીરખશે કોણ મુને નેહથી, કોણ પૂછશે મુજ હૃદય કેરા હાલ
તું હતી તો સઘળું હતું, હવે તો લાગે જીવન આ રણ સમું વેરાન,
હે... જોને.
મા તું ચિંતા કરતી એવી મુજ તણી, જાણે ટુકડો હદયનો તારો હું ખાસ
અરે માંડી છોડીને હાલી કેમ એકલી, જોને વાંહે રડે હૃદય મુજ ચોધાર,
હે.. મા
હૃદય સિંહાસને "રાજ' આ તારુ, રહેશે અકબંધ સદાય
ભૂલાય નહીં કદીયે હેત તારુ, માડી જ્યાં વસે રહેજે તું ખુશહાલ.
