મહામારી
મહામારી
કોરોના સમયનું વાતાવરણ હતું ડરામણું,
સ્થિતિ એવી સર્જાઈ ન કોઈ ઘરનું ન ઘાટનું,
માનવજાત પૂરાઈ ગઈ ઘરમાં ને દવાખાને,
જઈ ન શકે કોઈ બહાર રમવા કે ફરવા રે,
માનવ માનવને ન તો મળતો કે અડકતો,
લેવા સૌ કોઈ દવા આમ તેમ ભટકતું,
સર્જાઈ રોજગારીને ચીજવસ્તુઓની હાલાકી,
આખા વિશ્વને લીધી ભરડામાં તેવી મહામારી !
જોવા મળ્યો ચારે તરફ લોકડાઉનનો નજારો,
ગયા પ્રાણ અનેક ને રજળી લાશો હજારો,
સૌ કોઈમાં દેખાયા ભય ને બચવાના પડકારો,
હે પ્રભુ ! કદી ના દેખાડો આવો કપરો નજારો.