પ્યારું જીવન
પ્યારું જીવન


શરીર છે પ્યારું, માત્ર પ્રાણ છે ત્યા સુધી,
પ્રાણ ચાલ્યા જશે પછી શું કરીશ ?
લોકો આવે છે, અને જાય છે,
માત્ર સ્વાર્થ છે ત્યાં સુધી.
તેઓ ચાલ્યા જશે પછી શું કરીશ ?
પોતાથી દૂર થઈને પણ,
તું રહ્યો છો જેમની સાથે.
તેઓ પણ જ્યારે દૂર થઈ જશે, પછી શુ કરીશ ?
આ મારુ, આ તારું કરીએ ભલે,
પણ જ્યારે જીવ ચાલ્યોજશે પછી શું કરીશ ?
ઘણું જીવ્યા કશું સારું કર્યા વિના,
પૂછશે જ્યારે ઈશ્વર, આટલું જીવીને શું કર્યું ?
ત્યારે શું કરીશ ?
જીવી લે હવે થોડું જાત માટે પણ ,
ચાલ્યું જશે જીવન પછી શું કરીશ ?