STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Classics

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Classics

વરસાદમાં ભીંજાવું છે !

વરસાદમાં ભીંજાવું છે !

1 min
340

બાળપણની જેમ,

વરસતા વરસાદમાં,

હાથમાં જૂતા પકડીને,

ખૂલ્લા પગે છબછબિયામાં

ચાલતા ચાલતા,

પલળી જવું છે મારે !!


ઘરે આવતા જ,

ટુવાલથી મારુ માથું પોંછતી,

ગુસ્સે થતી મારી માં નો એ ચહેરો,

ફરી જોવો છે મારે !!


માઁ ને ખોળે અને પિતાને ખભે ચડીને,

મોટા થવાના સપના ભલે પૂરા થઈ

ગયા હોય આજે,

માઁ ના હાથે કોળિયા અને પિતાની આંગળી પકડીને ચાલવાના શોખ,

ફરી પાછા પૂરા કરવા છે મારે !!


Rate this content
Log in

Similar gujarati poem from Classics