હતી એક નાનકડી પરી
હતી એક નાનકડી પરી
જવું હતું એને પણ પરીઓના દેશમાં,
ઊડવું હતું એને પણ પાંખો વડે આકાશમાં,
એ તો હતી સાવ એક નાનકડી પરી,
ઉલ્લાસ ઉમંગોથી હતી એ ભરી ભરી,
પોતાની જિદ પૂરી કરાવવા એ રોતી,
નાની નાની આંખો વડે સપનાં એ જોતી,
ભોળી અને અણસમજુ હતી ઘણી,
દુનિયાના સ્વાર્થી લોકોથી હતી એ અજાણી,
ચોકલેટ અને મીઠાઈ હતી એને ખૂબ પ્યારી,
ચોકલેટ મીઠાઈ આપનાર પર જતી એ વારી,
પુરુષને કાકા મામા કહી એ સંબોધતી,
એની આંખોમાં ભરી વાસના ક્યાં એ જાણતી,
એક માસૂમ કળી હતી ભોળી પરી,
હતી ઉલ્લાસ અને ઉમંગો ભરી ભરી,
ચોકલેટની લાલચમાં એતો ચાલી,
ક્યાં ખબર હતી મામાના રૂપમાં હતો મવાલી,
એ તો નરાધમ પાશવી શિકારી ભોળવી ગયો,
નાનકડી પરીનું જીવન એ છીનવી ગયો,
હવસ પોતાની સંતોષવા મેદાને ચડ્યો,
નાનકડી પરીની પાછળ એ પડ્યો,
પરીની ઈચ્છાઓ રહી ગઈ અધૂરી,
શું થશે રોજ આમ જ કહાની પૂરી ?
