STORYMIRROR

urvashi trivedi

Inspirational Thriller

4  

urvashi trivedi

Inspirational Thriller

મન રાહ જોઈને બેઠું છે

મન રાહ જોઈને બેઠું છે

1 min
82

મન અને મૃગજળ વચ્ચેનો ભેદ નથી સમજાતો,

મૃગલા બધા જ મારીચ થઈ બેઠા છે,


જે સરોવરમાં હંસ મોતી શોધે છે તેમાં

બગલા મીન માટે મીટ માંડીને બેઠા છે,


ખિસ્સામાંથી તકો સરકી ન જાય તે માટે

આકાંક્ષાઓ સોય દોરો સાથે લઈને બેઠી છે,


કપાયેલી પાંખે વાટ શ્રીરામની જોવે

ઈચ્છાઓ બધી જટાયુ થઈને બેઠી છે,


પડઘમનો ભણકારો ચૌદિશામાં સંભળાય

એકલતા મનમાં વિસામો લઈ બેઠી છે,


યાદોના બીજ મૂળમાં રોપાણા હશે,

ફૂલોની વેલી થોરને વિંટળાયેલી બેઠી છે,


ઊડી જવાનું છે ક્યારેક પારેવું તન છોડી,

આયખું જીજીવિષાના ધણ લઈને બેઠું છે,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational