STORYMIRROR

Drsatyam Barot

Thriller

3  

Drsatyam Barot

Thriller

માણસ મળી ગયો

માણસ મળી ગયો

1 min
26.9K



ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા


ચાલો કઢાવા ત્યાં બધા માણસ મળી ગયો,

માણસ બધાએ માણસો ભેગા ગળી ગયો,



સંભાળજો હર ચાલને ડગલું ભરો પછી,

ચાલો બધાની સામટી માણસ કળી ગયો,



દરિયો બની આવ્યો હતો એ પ્રેમ પામવા,

વાગી જરા જો ઠેસ તો આખો ઢળી ગયો,



ભેગું કરીને ભોગવું, ભારે પડી ગયું,

ખોલી જુએ ભંડાર તો માણસ સળી ગયો,



દુનિયા સદાએ બાળવા જે આગ રાખતો,

હંમેશ એવો માનવી જાતે બળી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller