Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Solanki

Drama Thriller

4  

Harshad Solanki

Drama Thriller

સમજ

સમજ

1 min
392

વાદળ વગર વરસવું; કારણ વગર કણસવું,

તારી સમજથી પર છે દ્રશ્યો વગર દરસવું.

હા, યાદ છે હજીયે પથ્થર હતો કદી હું,

ને યાદ છે એ તારું પારસ બની પરસવું.

સમજાયું ક્યાં કદીયે વર્તન મને જ મારું,

દોરી દિવાલે દરિયા, દરિયા વિશે તરસવું.

ચડવું-ઉતરવું તો છે ઘટનાનો ભાગ; માન્યું,

સમજાવી જો શકે તો સમજાવ આ લપસવું.

સાચું કહું તો મિત્રો અઘરું બહું પડે છે,

અંધારને ભરીને છાતીમાં આમ શ્વસવું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama