સ્મરણ
સ્મરણ
કોટે ચડી ટહૂક્યા સૌ સાંભરણ તમારા,
લ્યો, ગાજવીજ સાથે વરસ્યા સ્મરણ તમારા.
આખુંય ગામ પાછળ આવ્યું હતું તણાઈ,
ક્યોને કઈ દિશામાં ચાલ્યા ચરણ તમારા!
મેં પાઘડીની માફક માથે ચડાવી લીધા,
ક્યારેક થઇ પડ્યા'તા જે પાથરણ તમારા.
વાણી તો ઝળહળે છે સૂરજની જેમ કિન્તું,
લાગે છે કેમ જુદા આ આચરણ તમારા!
સૂકાઇને પડ્યા છે મારા બધાય દરિયા,
ને જળ સમા વહે છે સઘળાય રણ તમારા.

