STORYMIRROR

સમયનો અણસાર

સમયનો અણસાર

1 min
715


શ્વાસ બાળોતીયું ત્યજી કફન ઓઢે છે,

જૂન્ગલમાં પ્રસુતિ વસંત વસંત કરે છે,


અરીસે વારંવાર માંઢુ સજે ,તો સમજવું,

યુવાની બરાબરીનાં વસ્ત્રો પહેરતી થઇ છે,


આંખો ઉંબરા ઠેકી ફળીએ લંબાતી થાય,

સમજવું કંકુ થાપાનો સમય પાક્યો દીવાલે,


કૂતરું રડે ઘર શેરી આસપાસ રાત સમયે,

સમજવું સમય બોલે નવ ગૃહ પધરામણીએ,


ઉગી, આથમી જવું ક્રમ સફરનો સમજીને,

ગાળતા જામના ઘૂંટે સમરસતા આરાધીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics