STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Thriller

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Thriller

વસમી વિદાયે

વસમી વિદાયે

1 min
942


ધીરા ધીરા કરુણરસના,

સૂર શરણાઈએ એલ્યા,

મીઠા મીઠા લાડ માડી તારા,

આજ આંગણીએ મેલ્યા,


ધ્રુસકે ધ્રુસકે રોતી લાડલી,

વસમી વિદાય લેતી

જતાં જતાં રોતી કે’તી,


માડી તારા વત્સલ પાલવમાં,

એક જ વાર,

ઘડીક છુપાવા દેજે,



શરવણ જેવા ભાઈઓ મારા,

એથીયે ભોળીયા મારા પપ્પાને,

માડી સાંત્વના તું દેજે,



સંસ્કાર સિંચેલ માડી તારા,

ડગલે પગલે યાદ રાખીશ,

સાસરીયામાં સર્વ કોઈને,

માડી, પોતાના કરી રાખીશ,


નવ માસ મા પેટ વેંઢારી,

આ દુનિયા નવી બતાવીશ,

આ ઋણ કંઈ ઓછું નથી માડી,

છતાં કુલદીપક જેમ પાળી પોષી,


મને ક્યારેય નથી તે દુભાવી,

માડી આ લાડલી વસમી વિદાયે,

એટલીજ અભ્યર્થના મારી કે...


માડી પાનખરમાંય વસંત જેમ મોહરી,

તારી પ્રેમાળ હુંફાળી કુંખ ઉજાળીશ,

મા તારી આ લાડલીના સો સો સલામ,

તારા ચારને સ્પર્શ, ચરણ કમળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller