મૃત્યુ
મૃત્યુ


હજુ હમણાં સુધી તો હતા હાલતા ચાલતા
રુંધાઈ ગયા શ્વાસ ને બંધ થયા મહાલતા
ઠંડું થઈ ગયું શરીર અટકી ધબકતી નાડી
અક્કડ બન્યું અંગ ક્ષણમાં કુદરત અનાડી
જૈવિક પ્રક્રિયાનો આવી ગયો કાયમી અંત
આત્મા ચાલ્યો તજી ખોળિયું પ્રવાસે અનંત
કાનુનત: વ્યક્તિ બની માણસમાંથી માલ
રડતા સ્વજન બન્યા અવસાને પાયમાલ
અત્યય થયું વરસો પછી હૃદય પડ્યું બંધ
દેહાંતે બેરું થયું દિમાગ નયન બન્યા અંધ
મૃત્યુનું નિમિત્ત બને છે ઉંમર, ભૂખ કે રોગ
હત્યા આત્મહત્યા અકસ્માત કે અતિ ભોગ
મરવું અનિવાર્ય રાજા રંક કે હોય તવંગર
સડ્યો દેહ દુર્ગંધવા લાગ્યો દેહ જીવ વગર
નિધન થાય કે કાલધર્મ પામે હોય પ્રાણાંત
નક્કી મરણ મૈયત નિપાત રજાકજા દેહાંત
હજુ હમણાં સુધી તો હતા હાલતા ચાલતા
હવે ડાઘુ કાંધ ચડી અંતિમધામ મહાલતા !