STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Thriller

4  

Vrajlal Sapovadia

Children Stories Thriller

મારી નિશાળ

મારી નિશાળ

1 min
23.3K


હતી મેંદીની વાડ અને કાંટાળી ઝાંપલી

એકલી અટુલી પાદરે ઉભી'તી બાપલી


બે ઓરડા નાના ડાબે ને બે હતા જમણે

વચ્ચે નભે ખંડ મોટો હાથ દઈને લમણે


ક્યાંક ક્યાંક બારી ને છત ઉપર નળિયા

ભાદરની વેકુર ફેલાઈને શોભાવે ફળિયા


કેવાક હોય પંખા ને કેવી વળી વીજળી

આસનિયા પાથરીને બેસું જાય જો મળી


ઘડિયાળ બનાવતા પીતળનો ઘંટ મીઠો

ભણી પરવાર્યા ત્યારે અમે બાંકડો દીઠો 


ઝાંપેથી પાદરના ઓટા ને સામે નિશાળ 

પાછળ મઢી ને સામે છે તળાવ વિશાળ  


હતી મેંદીની વાડ અને કાંટાળી ઝાંપલી

ભણવાની બીકે ઠોઠ મારતા'તા ધાપલી 


Rate this content
Log in