STORYMIRROR

Dinesh Parmar "pratik"

Others Romance

4  

Dinesh Parmar "pratik"

Others Romance

લાગણી

લાગણી

1 min
492


તને મારી લાગણી સમજાય તો ઠીક છે,

વિના તારા કેમ જીવું જણાય તો ઠીક છે.


આવે છે યાદો તારી પૂછી સરનામું મારુ,

યાદો પહેલા તું આવી જાય તો ઠીક છે.


કરકસર તો પડે કરવી કમાણીમાં,

દુષ્કાળ પડતા પ્રેમમાં મુડી રોકાય તો ઠીક છે.


મળે છે મન ગમતા હજાર સફરમાં,

એ સફરમાં હમસફર તું બની જાય તો ઠીક છે.


ફેલાવી બે હાથ રહું ઉભો મંદિરમાં,

રુદન સાંભળી પત્થર પીગળે તું પીગળે તોય ઠીક છે.


માણસ છે ચતુર મનના સમજવા મુશ્કિલ,

જીવન મારુ ખૂલી કિતાબ તને વંચાય તો ઠીક છે.


કહેવામાં ક્યાં કઈ રાખી કચાશ "પ્રતીક" એ,

ભૂલ મારી કોઈ તુજથી ભુલાય તો ઠીક છે.


Rate this content
Log in