વિસરાયેલી યાદ
વિસરાયેલી યાદ
વિસરાયેલી યાદ આજે
ફરી એકવાર યાદ આવી
જેને ભૂલવાની કોશીશ કરી
એજ વાત યાદ આવી
તારી વાતોમાં હતી ખુશી
હવે દર્દમાં પણ તારી યાદ આવી
જે રસ્તાને હું ભૂલવા માંગુ
એ સરનામુ બની યાદ આવી
અજાણતા ખેલ ખેલી
એ રમતમાં પણ તારી જ યાદ આવી
પારખા કર્યા તે મારા,
એ પારખામાં પણ પરીક્ષાની યાદ આવી
હું નાદાન જેને લાગણી સમજી,
એ લાગણીમાં પણ તારીજ યાદ આવી
દર્દને શબ્દોમાં ઢાળુ કે લાગણીમાં,
એ શબ્દોમાં પણ તારીજ યાદ આવી.
નથી લખ્તા હવે તારા વિના મારા શબ્દો,
કે હવે કલમમાં પણ ફરિયાદ આવી
આમ જ કોઈ વિખરાતુ નથી,
તૂટતા પહેલા પણ દિલને તારી જ યાદ આવી.