સુરાલયે
સુરાલયે
માનતો રહ્યો હું પડશે પ્રેમમાં વાત કરતો રહ્યો હું,
મરજી વગર કરતાં રહ્યા'તા છળકપટ વાતોમાં એ !
પ્રણય મારો ગુલાબનું ફૂલ, ચેતજો જરા મસળતાં,
કેમકે ચુભન કાંટાની જખ્મી ગુલાબ વેર જો લે !
લીધી'તી પ્રણયની વિમા પોલીસી પ્રીમિયમ ભરતી,
મૂકી હશે મહેંદી નહીં તો બંધ પોલીસી શા કાજે ?
કેવી સિફતથી કહે છે આ મલ્લિકા- એ- તરન્નુમો,
"અંદર આવને"- નકુચો માર્યો છે દિલના દરવાજે !
પ્રણય છે એટલે ચુપ છું ને ચુપ્પી જાળવે છે નાતો,
નાતો છે એટલે છું ખામોશ,ખામી ના સમજ એ !
થકવી નાંખે છે નાંખે છે મલ્લિકાઓ ઇશ્કબાજોને,
છેલ્લે તો કવિ, શાયર, ગાલિબો ચર્ચા કરે સુરાલયે !

