STORYMIRROR

purvi patel pk

Romance Tragedy

4  

purvi patel pk

Romance Tragedy

ચાલ મન

ચાલ મન

1 min
354

ચાલ, મન આજે એકાદું ગીત ગુનગુનાવી લઉં,

અવાજ રૂંધાય એ પહેલાં પ્રભુ ભજન ગાઈ લઉં,


માન-પાન ને પ્રતિષ્ઠા બધાની ક્યાં રે'વાની કાયમ માટે,

ઓછી થાય એ પહેલાં થોડું સત્કાર્ય તો કરી લઉં,


સત્તા પણ કાયમી ક્યાં રહેશે અમારી કે તમારી,

કોઈ ધક્કો મારે એ પહેલાં જ, હું માનભેર ત્યજી દઉં,


જવાબદારીનો બોજ ઉપાડી ક્યાં સુધી ફરવાનું,

પસ્તાવો કરવા કરતાં, ચાલને, બધું જાતે જ આટોપી લઉં,


ભવસાગરની માયાજાળ, ભૂલભુલામણી ભરેલી બહુ

મૃત્યુ આવે એ પહેલાં, સઘળી માયા જ તરછોડી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance