STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Others

કોરોનાનો કપરો કાળ

કોરોનાનો કપરો કાળ

1 min
250

કોરોનાનો કપરો આ કાળ

કોઈ ના આપે કોઈનો સાથ

જીવી રહ્યા સૌ મરી મરી

કોઈ ના પૂછે હાલ-ચાલ


કોરોનાનો કપરો આ કાળ

કુદરત તારું કેવું આ રોદ્ર રૂપ

મચાવી ગયું અહીં હાહાકાર

બની છે દુનિયા કેવી લાચાર


કોરોનાનો કપરો આ કાળ

સંકટ સમયે કોઈ સાથ ન દે

કોઈ ના સ્પર્શે પોતાનાને અહીં

સૌ સંબંધી બની ગયા નિર્દય


કોરોનાનો કપરો આ કાળ

રોગ એ કર્યો એવો પગ પેસારો

થાય ગયા સૌના ઘર સાવ ખાલી

ખોઈ બેઠા છે સૌજન પોત-પોતાના


કોરોનાનો કપરો આ કાળ

દવા - દુઆ કંઈ કામ નથી કર્યું

દર્દીઓ આમ મુંજાય રહ્યા કેદમાં

ડરીને કોઈ જીવી ગયા કોઈ મરી ગયા


કોરોનાનો કપરો આ કાળ

રોજગારીમાં આવી મંદી સૌને

તોય ખર્ચાય ગયા પૈસા ભારોભાર

જેમ તેમ દિવસો એવા ગુજરી ગય


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from ધારા આહીર "પ્રવાહ"

Similar gujarati poem from Tragedy