STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

સોગંધ તારા પ્રેમની

સોગંધ તારા પ્રેમની

1 min
394

પ્રેમની આ નગરીમાં સનમ હું,

મુસાફર બનીને ભટકું છું,

તુજને સાદ કરી પોકારૂં છું હૂં,

સૂરત તારી જોવા તડપું છું.


જ્યારથી તુ છોડી ગઈ છો મુજને,

રાત દિન તુજને શોધું છું,

સૂમશાન નગરની ગલીયોંમાં હું,

બાવરો બનીને પટકું છું.


ન તડપાવીશ સનમ તુ મુજને,

તારા પ્રેમનો તરસ્યો છું,

તૂજને સાદ કરી પોકારૂં છું હું,

સૂરત તારી જોવા તડપું છું.


મારી કોઈ ભૂલ થઈ હોયતો સનમ,

માફી તારી દિલથી હું માંગુ છું,

સોગંધ છે તારા પ્રેમની મુજને,

હર પળ તુજને હું ઝંખુ છું.


છોડી દે નારાજગી "મુરલી",

તારા મિલન માટે હું આતુર છું.

તુજને સાદ કરી પોકારૂં છું હું,

સૂરત તારુ જોવા તડપું છું.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance