STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

દુઃખનું ચોમાસું

દુઃખનું ચોમાસું

1 min
382

ઘનઘોર વરસતાં વાદળોનો ગડગડાટ, 

ને અનરાધાર વરસતાં મેહુલાનો ધમધમાટ. 


દુઃખનું ચોમાસુ બેસતાં મારા મનમંદિરમાં, 

થતો વેદનાનો ન સમજાય તેવો ચિત્કાર. 


વરસતાં મેહુલામાં વિરહી તાપનાં રૂદનમાં, 

કદીક આવી ગયેલાં સ્વજનનો મધમધાટ. 


જીવનની ઝરમરમાં, ડુબતાં સૂરજની લાલીમાં, 

કઈ વેદના કહું તને, મારા મનનાં માણીગર. 


ક્ષણોને મેં ક્યાંય ઢુંકડી મૂકી છે પટારામાં, 

ઉજાગર કરતાં સપનાઓનાં સમયનો આ ઝંઝાવાત. 


જોને "સખી" આ દુઃખનું ચોમાસું મારાં અંતરમાં, 

ઝાંકળભીનો અહેસાસ જગાવતો જાણે કારીગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy