માનવ જીવન
માનવ જીવન
માનવ જીવન મળ્યો આ જગમાં
બાળપણ, યુવાનીને ઘડપણ મળ્યું જગમાં,
જેમ ફૂલને કળીઓ આવે
તેમ કળીની માફક બાળપણ મળ્યું જગમાં,
જેમ ફૂલ ખીલે સુવાસ ફેલાવે સર્વત્ર
તેમ ખીલેલાં ફૂલની માફક યુવાની મળી જગમાં,
જેમ સાંજ પડે કરમાય ફૂલ
તેમ કરમાયેલાં ફૂલની માફક ઘડપણ મળ્યું જગમાં,
જેમ હોય બાળપણને નિર્દોષ હાસ્ય
તેમ ઘડપણમાં શોધે નિર્દોષ હાસ્ય જગમાં.
