વ્હાલનાં દરિયે ઓટ
વ્હાલનાં દરિયે ઓટ
આપ્યો તે મીઠા વ્હાલનો દરિયો એવો કે,
અમે હરધડી બસ એમાં ડૂબતાં રહ્યા,
શોધતા હતા છીપલા જીવનનાં મઝધારે,
તમે મળ્યાં ને જાણે અધૂરા સપનાં ફળ્યા,
કિનારે બેસીને થાકનો અહેસાસ હતો,
તારા ખભાનાં આશરે આરામ મળ્યો,
આવ્યા નજીક તમે સુગંધ છાંટી તન પર,
જાણે ફૂલ બની મારા રોમ રોમ ખીલ્યાં,
આખો બંધ કરી આપ્યો મીઠો વ્હાલ,
તારો સ્પર્શ થતા મારા સૌ દુઃખો ડૂબ્યા,
બિનજરૂરીની દોડ પાછળ જરૂરી વિસરાયું,
વધતું ગયું અંતરને કિનારે અથડાઈ પડ્યાં,
આવી આ વ્હાલના દરિયામાં એક ઓટ,
વેરવિખેર થઈ જિંદગી અજાણ્યાં બની તરછોડ્યાં.
