પંખીઓ ચડ્યા સેલ્ફીના રવાડે
પંખીઓ ચડ્યા સેલ્ફીના રવાડે
આ પંખીઓ ચડ્યા સેલ્ફીની રવાડે
ટહુકો મૂકી પડતો, ચડ્યા સેલ્ફીનાં રવાડે,
મોરે લીધી કોયલ સાથે સેલ્ફી,
વ્હોટસએપ સ્ટેટ્સમાં મૂકી,
વધારે વ્યુઅર્સની લાલચમાં
કોયલ મીઠી બોલી ભૂલી,
ચડી સેલ્ફીના રવાડે,
હંસે લીધી બગલાની સાથે સેલ્ફી,
ફેસબુક પર અપલોડ કરી,
વધારે કૉમેન્ટ અને લાઈકની લાલચમાં,
મોતી ચરવાનું ભૂલી, માછલી ખાવા લાગ્યો,
આ હંસ પણ ચડ્યો સેલ્ફીનાં રવાડે,
આ સુગરીએ લીધી ચકલી સાથે સેલ્ફી,
ઇન્સ્ટા પર એને અપલોડ કરી,
વધારે ફોલોઅર્સની લ્હાયમાં,
પોતાની કળા ભૂલી,
ચડી સેલ્ફીના રવાડે,
આ બાજે લીધી મરઘી સાથે સેલ્ફી,
ટ્વીટર પર એને અપલોડ કરી,
વધારે ફોલોઅર્સની લાલચમાં,
ઊંચે ઊડવાની કળા ભૂલી,
ચડ્યો સેલ્ફીના રવાડે,
પોપટે લીધી કાગડા સાથે સેલ્ફી,
મીઠી બોલી ભૂલી ચડ્યો સેલ્ફીનાં રવાડે,
આ પંખીઓ બધા ચડ્યા સેલ્ફીના રવાડે,
મીઠા ટહુકા ભૂલી ચડ્યા સેલ્ફીના રવાડે.
