અસમર્થ
અસમર્થ
મારી નજર મેળવી રહ્યો છું તુજને,
તું પ્રતિભાવ આપવા અસમર્થ છો,
નજરના જામ છલકાવવા છે મારે,
તું તરબતર થવા માટે અસમર્થ છો,
દિલની ધડકન સંભળાવું છું તુજને,
તું ધડકન સાંભળવા અસમર્થ છો,
ધડકનનો તાલ મેળવવો છે મારે,
તું લય જાળવવા માટે અસમર્થ છો,
કેમ સમજાવવી પ્રિયા મારે તુજને ?
તું કંઈ પણ સમજવા અસમર્થ છો,
પ્રેમ રાગનો આલાપ કરવો છે મારે,
તું પ્રેમ રાગ સમજવા અસમર્થ છો,
પ્રેમની શાહી મારે બનાવવી છે તુજને,
તું પ્રેમની સરિતા બનવા અસમર્થ છો,
તારા પ્રેમની ગઝલ લખવી છે "મુરલી",
તું ગઝલના શબ્દ બનવા અસમર્થ છો.

