પ્રેમની શોધ કરી થાકી ગઈ
પ્રેમની શોધ કરી થાકી ગઈ
પ્રેમ વરસાવીને અમે થાકી ગયા,
તોય તમે ક્યાં પીગળી શક્યા !
સ્મિત આપીને પ્રેમ માંગી ગયા,
તોયે તમે ક્યાં દાન કરી શક્યા !
સાત સૂરોનો સંગમ લઈને આવ્યા,
તોયે તમે ક્યાં થોડું મલકી શક્યા !
શ્વાસોની મહેક પાથરી અમે,
તોયે તમે ક્યાં મહેકી શક્યા !
બધા પ્રયાસો અમે કરી જોયા,
પથ્થરમાંથી ક્યાં મૂરત થઈ શક્યા !
પ્રેમ માંગી માંગીને થાકી ગયા,
પ્રેમનો પ્રત્યુતર ક્યાં તમે આપી શક્યા !
પ્રેમની શોધ કરી કરી થાકી ગઈ,
નિ:સ્વાર્થ પ્રેમ તમે ક્યાં આપી શક્યા !
