એકાંત
એકાંત
મન મારૂં તુજને તરસે છે,
દિલ મારૂં ખૂબ તડપે છે,
મારા રોમ રોમ લહેરાવી દે વાલમ,
આ એકાંત મુજને ખૂબ સતાવે છે,
નયનો તુજને શોધે છે,
જીભ તારૂં રટણ કરે છે,
તારો સાદ સાંભળવા આતુર છું વાલમ,
આ એકાંત મુજને ખૂબ સતાવે છે,
તારો વિરહ મુજને ડંખે છે,
તારી યાદ બેચેન બનાવે છે,
તારો સુંદર ચહેરો દેખાડી દે વાલમ,
આ એકાંત મુજને ખૂબ સતાવે છે,
આ ઘર સૂમસાન લાગે છે,
દીવાલો ડરામણી લાગે છે,
"મુરલી"ના દિલમાં સમાઈ જા વાલમ,
આ એકાંત મૂજને ખૂબ સતાવે છે.

